Story By The Great Rumi.

ભાવાનુવાદ આપણે પોતે

એહમદ શાંતિ થી ઊંઘી રહ્યો હતો વનમાં, અચાનક કોઈ અજાણ્યો શખ્સ આવીને એહમદ ને મારવા લાગ્યો, અહેમદ પોતાની આંખો છોળવા લાગ્યો,તેને લાગ્યું કે કદાચ કોઈ ખરાબ સ્વપ્ન જોયું.
પણ આ શુ એ અજનબી શખ્સ ખરેખર એને ઘસડી ને ક્યાંક લઇ જતો હતો.
‘કેમ?’, ‘તમે કેમ મારી સાથે આવું વર્તન કરો છો?’
પણ એહમદ ને કોઈ જવાબ મળ્યો નહિ.
તેણે ફરી પ્રયાસ કર્યો
‘શુ કર્યું મેં?, મેં કોઈ દિવસ કોઈની સાથે ખરાબ વર્તન નથી કર્યું, હું સારો માણસ છું, તમે કેમ મને ઘસડી રહ્યા છો?’,
અને એહમદ એ અજનબી શખ્સ નો હાથ છોડવા માં સફળ થયો અને ભાગવા લાગ્યો, પોતાની બધી તાકત લગાવી ને બની શકે એટલું ઝડપી ભાગવા લાગ્યો, થોડે દૂર જતા તે ઉભો રહી ગયો, હાંફી ગયો અને અજનબી શખ્સે ફરી ઝડપી લીધો તેને.
‘કોણ છો તમે, મેં શુ કર્યું તમારી સાથે’ એહમદ વારંવાર પૂછયે જતો હતો પણ એ અજનબી ખરેખર ધુની લાગતો એહમદ ના બધા સવાલો અવગણી ને એ બસ દોડાવતો,ઘસડતો,અને એના પેટ પર માર્યે જતો હતો.
ત્યાર બાદ ત્યાં રસ્તા માં પડેલા સડેલા ફળો ખાવા માટે કીધું,
‘પણ કેમ?’ એહમદે ફરી પૂછ્યું
‘ખા, ખા, જલ્દી ખા’ અજનબી હોવે રડતા રડતા બોલી રહ્યો હતો, અને એ પણ એહમદ ના મોમાં ફળો ઠુસવા લાગ્યો જબરદસ્તી થી
એહમદ ના હજુ ઘણા બધા સવાલો હતા પણ તેનું મોઢું ફળોથી એટલું ભરેલું હતું કે કઈ પણ બોલી શકે એવી સ્થિતિ નોહતી, અને એ પોતાના જીવન ના સંઘર્ષ ને યાદ કરવા લાગ્યો તેણે વિચાર્યું કે જિંદગી સ્વાભાવિક રીતે વાહિયાત અને કોઈ અર્થ વગર ની સફર છે.
એહમદ ચિખી રહ્યો હતો અંદર થી,તેનું પેટ એટલું ભરાઈ ગયું હતું કે તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડવા લાગી અંને વિચારવા લાગ્યો કે બસ હવે નહિ બચી શકે હે, આ માણસ તેને મારી નાખશે, અને ત્યાજ પેલો અજનબી શખ્સ તેને ચાબુક વડે મારવા લાગ્યો.
‘દોડ,દોડ’ એ અજનબી શખ્સ મોટી ચીસો પાડી ને બોલી રહ્યો હતો કે ‘દોડ’.
ઘાયલ,થાકેલો,ઇજાગ્રસ્થ એહમદ દોડી રહ્યો હતો, કોઈ અજનબી શખ્સ થી બચવા માટે પેલો અજનબી શખ્સ પુરી રાત તેને દોડાવી રાખ્યો અને અંતે એહમદ તળાવ પાસે આવ્યો અને તે ઘૂંટણ ભર થઈને પ્રાણીઓ ની જેમ પાણી પીવા લાગ્યો
‘પી, પિયજા’ એ શખ્સ બુમ પાડીને પાણી પીવા કહી રહ્યો હતો.
અહેમદ વિચારી રહ્યો હતો કે આ અંત છે પોતે આખી જિંદગી સહન જ કરીને છેલ્લે મરવાનું.
અને ત્યાંજ એને ઉલટી થઇ, સડેલા ફળો અને પાણી અને દોડધામ ના લીધે બધું ઓકી ગયો
‘મારી આત્મા ને તો જ શાંતિ મળશે ,તમે મહેરબાની કરીને મને કહો કેમ કરી રહ્યા છો આ બધું’
‘પછી હું શાંતિ થી મરી શકીશ’
અજનબી શકશ કઈ બોલ્યો નહિ પણ એણે આંગળી વડે ઈશારો કર્યો અને અહેમદે જ્યાં ઉલટી કરી હતી એ જોવા કીધું, અને એહમદે જોયું કે એક સાપનું બચ્ચું તેની ઉલટી કરેલી જગ્યાએ થી જઇ રહ્યું હતું
‘હું ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ને મેં જોયું હતું તારા મોઢામાં જતા’,
‘ઓહ સારું થયું તમે સાચા સમયે ત્યાંથી નીકળ્યા, પણ તમે એ સીધુ જ કેમ કહ્યું નહિ?’
‘જો મેં સીધુ કહી દીધું હોત કે તારા મોઢામાં સાપ ગયો છે તો તું ડર નો માર્યો જ મરી જાત’

(મોરલ ઓફ ધ સ્ટોરી લખવી હોત તો બે લીટી મા એજ લખી નાંખત એટલે એ હોવે તમે જાતે સમજી લેજો)

Advertisements

મરીઝ – એક તરબતર ઘટના

મરણ સુધરી ગયું મારુ ‘મરીઝ’ એના આ શબ્દો થી,
કે એના બઁધ આ હોઠોમાં, ‘મારી દાસ્તાંનો છે’

nirav says

” હૃદયાંજલિ “

જેમને ક્યારેય મળાયું નહોતું કે જેમની સાથે ક્યારેય વાત સુધ્ધા નહોતી થઇ , કે જેમની સાથે માત્ર શબ્દો થકી જ ઓળખાણ હતી અને જે શબ્દ’પીઠ પર રોજનો આવરોજાવરો હતો , તેવા ” રીડગુજરાતી “નાં મોભી મૃગેશભાઈ આપણી વચ્ચેથી ચાલ્યા ગયા અને અચાનક શૂન્યાવકાશ વ્યાપી ગયો .

કે આવું પણ થઇ શકે ? આવું શું કામ થયું ? તેમના પિતાજીની હાલત કેવી હશે ? . . આ પહેલા એક લેખમાં મૃગેશભાઈ’એ તેમના નાનક્ડા કુટુંબ વિષે તથા તેમને અને તેમના પિતાજીને વેઠવી પડેલી મુશ્કેલીઓ વિષે જણાવ્યું હતું , ત્યારે જ ભાવવિભોર થઇ જવાયું હતું અને હવે અચાનક જ આ માઠા સમાચાર સાંભળીને પરિવારમાં વધેલા તે એક જ વ્યોવૃદ્ધ વ્યક્તિ વિષે ચિંતા થઇ રહી છે 😦 ભગવાન સદગત’ના આત્માને શાંતિ અર્પે અથવા તો તેમના પિતાજીને આ આઘાત સહન કરવાની શક્તિ આપે , તે શબ્દો ઠાલા લાગી રહ્યા છે  . . . પિતા-પુત્ર’ની આ જોડી ખંડિત થઇ અને સાહિત્ય’નાં પનોતા પુત્ર’ની…

View original post 1,720 more words

પ્રેમ ભભૂતનો લેપ

Ink Of Abhi

પ્રેમીના શરીરમાં વહેતું લોહી શિવ તાંડવ અને કૃષ્ણ રાસલીલાના સ્વભાવનું હોય છે.
પ્રેમની વ્યાખ્યાઓએ પ્રેમની સરળતાને રંજાડી છે. જે મૌનની અનુભૂતિ છે એને શબ્દોનો શૃંગાર કરીને ધરાર બદસુરત કરવાની આપણી બળાત્કારીવૃત્તિ શંકર જાણે ક્યારે અટકશે ! માટે હું પ્રણયની વ્યાખ્યાઓમાં પડવાને બદલે ઇચ્છીશ કે હાલત-એ-ઇશ્ક બયા કરું. પ્રેમની વાતો ન કરું અને જાતને જાહોજલાલ કરતાં પ્રેમ પટારાને ખોલવાની અસફળ કોશિશ કરું. પ્રેમ સમજાવી ન શકાય એવું મને સમજાઈ રહ્યું છે. પ્રેમ જીવી શકાય અને કૃષ્ણકૃપા હોય તો જીરવી શકાય. અન્યથા સૌ જાણે છે કે સૌને કરવો છે રોમાન્સ અને માંસને ચૂંથવા સિવાય કશું હાથ લાગતું નથી. શરીર ભોગવીને પરિતૃપ્ત થવું ગમતો આવેગ છે. સ્તનોના સુંવાળા શિખરો પર ચઢાણ કરવાની હોંશ ન હોય એ મર્દ મધ વિનાના પૂડા જેવો છે. ‘અરસિકતા’ અને ‘અરરર’ વચ્ચે શબ્દભેદ છે બસ, બાકી બંને આઘાતસૂચક અને જોખમી છે.

માટે હું માત્ર તને અને મને જોડતા આ પ્રણયસેતુના મહાસાગરને આંખોમાં ભરવા કાયમ તમન્નાઓના તરાપા સાથે સફરે…

View original post 456 more words

માં કે પેટ સે મરઘમ તક હે તેરી કહાની

       માણસ ના શરીર માં અને મગજ માં આવતી અનેક સેન્સ,સંવેદનાઓ માની એક સંવેદના જેલેસી,જલન,ઈર્ષ્યા,બળતરા,આપડે ગમ્મે એટલા સારા બનવાની કોશિશ કરીએ કરીએ ગમ્મે એટલો સારો સ્વભાવ હોય અંદર તો ક્યાંક કોઈ ના પ્રત્યે ઈર્ષ્યા હોય જ.ઈર્ષ્યા બે પ્રકાર ની હોય છે,કોઈ વ્યક્તિ ની ઈર્ષ્યા ,કોઈ વ્યક્તિ ની કાબેલિયત પર ઈર્ષ્યા,કોઈ ની સફળતા,તેને મળતા મન-સમ્માન,પૈસા,ખાસ કરીને વારસા માં મળેલી સફળતા ની વધુ ઈર્ષ્યા થતી હોય છે(કદાચ એટલે જ ‘હુ મારા પૈસે કમાઈ ને ખાવ છું એક ઉમર પછી મેં મારા બાપ પાસેથી એક રૂપિયો પણ નથી લીધો’વાળો ડાયલોગ વધુ ફેમસ છે) કેમ ભાઈ(અને કેમ બહેન) કોઈ ને વારસા માં સફળતા મળે એમાં એનો શું વાંક,હવે એની પાસે આનંદ છે તો શું કામ એને આનંદ માટે ફાંફા મારવા,વૃદ્ધ થઈને પોતાના પર ક્રેડીટ લઇ શકે એટલે?(પણ બોસ એ પાંચ વર્ષ માટે એ બીજા 40 વર્ષ શું કામ બગાડે) એનો મતલબ એ નહિ કે એ લોકો ને કઈ કરવું જ નહિ, અને મેં એવા કોઈ લોકો ને નથી જોયા જેને ઘણું બધું મળ્યું હોય અને એ કઈ કરતા નાં હોય બટ,સૌથી વધુ ઈર્ષ્યા એવા લોકો પર જ હોય છે નહિ!,જયારે ધીરુભાઈ અંબાણી મિસાલ બની ગયા હોય પછી અનીલ અંબાણી કંપની ને 10 ગણી આગળ તરક્કી કરાવે તો પણ મિસાલ ધીરુભાઈ ની જ અપાય.અને દરેક લોકો ને ક્યાંક ને ક્યાંક એનાથી વધુ સફળ લોકોની ઈર્ષ્યા હોય જ છે,એક્ઝામ ના માર્ક્સ થી લઈને ફેસબુક ની લાઇક સુધી,

  આ તો થઇ સ્યુડો જેલેસી,હવે બીજા પ્રકાર ની ઈર્ષ્યા આ એવા લોકો ની ઈર્ષ્યા છે જે ખરેખર મહેનત કરતા હોય,કોઈને મળેલા મન-સમ્માન, પૈસા ની નહિ પણ બીજાની કાબેલિયત પર ઈર્ષ્યા થતી હોય,પેલો મારાથી કેટલું સારું લખે છે,કેટલું સારું બોલે છે,સાલું અમે બંને એ સાથે વાંચેલું પણ એને કેમ વધુ માર્ક્સ આવ્યા,આ પોતાના બેસ્ટી સાથે પણ થતી હોય,પોઝિટીવ લઈએ તો એક સારું મોટીવેશન છે,પણ વધુ પડતું તો આના થી જ મતભેદ-મનભેદ અને સબંધો તૂટે છે,અમુક મર્યાદા માં જેલેસી સારી વસ્તુ છે,દીવા માં જલન છે એટલે જ એ દીવો છે પણ જો એ જલન મર્યાદા ઉપર જાય તો ભડકો થઇ જાય,અને મર્યાદા માં રહે તો મસ્ત રોમાંચક તેજ આપે, હા અને આ ઈર્ષ્યા થોડી ઈર્ષ્યા જ રેહવી જોઈએ અને આપડે પણ એમાં વધુ કાબેલ બનવાની કોશિશ કરવી જોઈએ,એ મારાથી વધુ કાબેલ છે અને મારા માટે નામુમકીન છે એવું વિચારી લઈએ તો લઘુતાગ્રંથી નો શિકાર બની જઈએ હારી જઈએ,હારવું એ ગુનો નથી પણ હારી જવું એ છે.જેલેસી હકારાત્મક સ્પર્ધા ઉભી કરે છે અને સ્પર્ધા કે હરીફાઈ હકારાત્મક હોઈ તો એ માણસ ને બહેતર બનાવે છે.

ટાઈટલ ને આ આર્ટીકલ સાથે એટલું બધું કઈ લાગતું-વળગતું નથી પણ દંગલ માં અમિતાભ ભટ્ટાચાર્ય એ લખેલી આ લાઈન બંદાને બોહું જ સારી લાગી ‘માં કે પેટ સે મરઘમ(સ્મશાન) તક હે તેરી કહાની’ જે જીંદગી ના દરેક પેહલું માં લાગે વળગે છે.

મનગમતું સ્વપ્ન જ્યારે અધૂરું હોય અને આંખો ખુલી જાય તો! ફરીથી સુવાનું નાટક કરીયે છીએ,જેથી એ અધૂરું રહીં ગયેલું સ્વપ્ન ફરી આવે અને પુરુ થાય.
તો જીંદગી મા કેમ નહીં?

-જતીન
#thinkunlimited

નીયતિ

જ્યાં જાવ ને જીવું તું આગળ ને આગળ ‘નીયતિ’
છુ તારો જ દોસ્ત,તું માન ન માન ‘નીયતિ’નથી ખરાબ જીંદગી,જાણું ‘તારું રાજ ‘નીયતિ’
તારા પ્રભાવ કરતા મોટી મારી ઉમ્મીદ ‘નીયતિ’

સ્નેહ મારું સ્મિત,ને તું આંસુ ની ધાર ‘નીયતિ’
નથી જીતી શકતો તને,મેહનત મારી પૂરી ‘નીયતિ’

રોશની ની મને આશ ને નડે તારા અંધારા ‘નીયતિ’
રોજ તું હરાવે મને તોયે હું તો લડીશ ‘નીયતિ’

વેદના તારી ક્યાં ઓછી છે,છે મારોય જુસ્સો ‘નીયતિ’
હજાર રસ્તા તારા,ચાલીશ મારા જ રસ્તે ‘નીયતિ’

કેટલા વરસે અંગાર તારા પર ‘યતીન’
તું વરસાવ આગ,હું તો ઝળહળીશ ‘નીયતિ’.
-By Jatin Makwana
22-March-2015

Continue reading “નીયતિ”

નવો રસ્તો નવી દુનિયા

દુનિયા બદલાવવાનો વિચાર ઘણા લોકો કરે છે,એવા કેટલાયે છે જેને આ દુનિયા ગમતી નથી કમનસીબે એ દુનિયા તો કોઈ બદલી નથી શકતા,પોતાને જ બદલાય જવું પડે છે,એવા લોકોને આ દુનિયા સ્વીકારી ને જીન્દગી માં ન ગમવા છતાં સંતોષ મેળવી લેવો પડે છે, પણ શું કામ આપને સંતોષ મેળવવો જોઈએ કેમ આપણી રીતે જીવીએ નહિ દુનિયા કોઈ થી બદલાવવાની નથી એ બદલવાનો પ્રયાસ વ્યર્થ છે આપણે બદલાય જવું એ પણ સારું નથી તો આપણે આપણી રીતે જ જીવીએ ને દુનિયા ને બદલાવવું હોય તો બદલાય નહીતર ભાડ માં જાય, આપણે નહિ બદલાઈએ પણ તેના માટે આપણે પોતાની દુનિયા બનાવવી પડશે તેના રસ્તાઓ ના ગમે તો આપણે રસ્તાઓ બનાવવા પડશે તેમાં કેટલાયે ઘા વાગશે,કાંટા વાગશે જેને આપણે એકલા જ સહન કરવાના છે કેમ કે આપણે બનેલા રસ્તે ચાલવાનું નથી ત્યાં તો ઘણી ભીડ હશે જે તમને જુસ્સો આપવા આવી શકે પણ આ રસ્તે તમે એકલા જ ચાલવાના જ નથી બનાવવા ના છો ત્યાં કોઈ નહિ હોઈ તમારી સાથે ચાલવા વાળું કે મલમ લગાવવા વાળું એ બધું તો જાતે જ કરવાનું છે જો તમને પસંદ હોય તો ઠીક છે નહીતર પેલો તૈયાર રસ્તો પડ્યો જ છે નવા રસ્તા માટે સાહસ જોઈએ શરીર માં જ નહિ મગજ માં પણ પરસેવો પડવો જોઈએ, કોઈ શર્ત નહિ શર્ત એટલી જ કે જીવતા રેહવું આગળ નદી આવશે,પહાડ આવશે, કઈ નક્કી છે જ નહિ બસ રસ્તો બનાવવાનો છે મેહનત થી બની જશે પણ ખાલી રસ્તો જ બનશે મંજિલ ની કોઈ ગેરેંટી કે વોરંટી નથી,ઘુટાવું પડશે જો આ વ્યર્થ દુનિયા માં ઘુટાવ છો તેના કરતા સારું છે,એક વાત યાદ રાખવા જેવી એ કે સફળતા મેળવવા માટે તમારે નિષ્ફળતા માટે તૈયાર રેહવું પડે,સપનું સફળતા નું નહિ રસ્તા નું રાખવું, તમે તમારી રીતે જીવ્યા એજ જીંદગી ની સૌથી મોટી સફળતા છે,બસ તમારા મન ને કોઈ એક વસ્તુ થી માર્યાદિત ના રાખો મન ને અમર્યાદિત રાખો તો આ રસ્તા પર જ અમર્યાદિત ખુશી મળશે,અને હા આમાં પાછુ તમે આરામ પણ થોડોક કરી શકો,થોડીક આળસ પણ કરી શકો પણ હું ગેરેંટી આપું છું,કે તમે જાતે રસ્તો પસંદ કર્યો છે તો આરામ કે આળસ કરવાનું મન નહિ થાય અને આપણે જે માર્યાદિત સફળતા ની પેલી ક્ષણ પસંદ કરીએ તેમાં જ મુન્જાઈએ છીએ અને સિસ્ટમને અને દુનિયા ને દોષ આપીએ છીએ તો ચાલો એ બધા જે કરે તે આપણે ક્યાં કઈ જોઈતું છે તેની પાસેથી આપણી પાસે બધું જ છે,અને નથી તો મેળવવાની કોશિશ કરવાની છે પછી મળે કે નાં મળે,પણ એ પામવાનો નશો જ કઈક અલગ હશે,એવા ઘણા લોકો છે જે આવી રીતે,જીવેલા છે રસ્તો બનાવેલો છે,પણ તેના ઉદાહરણ બધાએ જોઈ જ લીધા અને તે લોકો ના રસ્તે ચાલવા માંડ્યા,કોઈએ રસ્તો બનાવવા ની પ્રેરણા નાં લીધી,એટલે ઉદાહરણ આપવા વધારે ઠીક પણ રેહશે નહિ,બસ તો જો તમે આ બોરિંગ બોરિંગ વાચ્યું તો ચીલ્લ કરો તમને ગમે તે રસ્તે જાવ નાં ગમે તો જાતે રસ્તાઓ બનાવો પણ ખુશ રહો ગમ્મે તે ભોગે દુનિયા તમને સ્વીકારે કે નહિ તમારે પણ જરૂર થોડી છે,બધાને બદલવું છે પણ ઉપર લખ્યું એમ બધા પોતાને એકલો જ માને છે અને સ્વીકારી લે છે દુનિયાને બધા આવીરીતે એકલા રસ્તો જ બનાવતા શીખી જશે તો આપોઆપ બદલાઈ જશે દુનિયા
-Jatin Makwana